________________ 111 પ્રસન્નતા બની રહે! મદન રેખાની કઈ અવસ્થામાં નિરાશા નહિ પણ સુગ્ય વિચારણા મદન રેખા મહાસતીના પતિનું જેઠરાજાએ સતીને મહારાણી બનાવવા ખૂન કરી નાખ્યું છે, સતીના માથે આ આફત કેટલી મેટી આવી ગણાય? તે શું અહીં સતી નિરાશા-હતાશ થઈ જઈને રેવા બેઠી? ના, એણે તે તાવિક વિચારસરણી રાખી એ વિચાર્યું કે આ તે પૂર્વજન્મના કર્મના લેખાં છે. પતિનું કમ એવું કે સગાભાઈ તરફથી આ મરણુત પીડા આવે. તેમ માર કર્મ એવું કે મારે વૈધવ્ય આવે પણ હવે મારે તત્કાળ કર્તવ્યમાં જે અહીં મારા શીલની મમતા પર જેઠે આ જામ કર્યો, એ શીલની રક્ષા માટે હજી પણ સાવધાન રહેવાનું છે, કેમકે રાત વીતી જતાં સવાર પડી ત્યાં એ દુષ્ટ પાછો મારી પાસે આવવાને, ને હવે મારા બાળ પુત્રને આગળ કરી હું એનું ન માનું તે બાળકને મારી નાખવાની ધમકી બતાવવાને! પણ હું કાંઈ એની આ કુરતા જાણ્યા પછી હવે એનું પુનરાવર્તન થવા દઉં નહિ. માટે મારે તે અત્યારે અંધારી રાતના પ્રારંભતાજ જંગલના નિર્વાટ માર્ગે ચાલ્યા જવું રહ્યું.”