________________ 114 પૂર્ણ નથી થતું. માત્ર ચારિત્રને તત્વ કહેવાથી સંપૂર્ણ તત્ત્વનું કથન ન થયું; કેમકે બીજાં સત્ પણ તત્વ તરીકે હજી ઊભા રહે છે. ચારિત્ર એ તે, સતુમાંનું એક સત્ જે આત્મા અર્થાત્ જીવતત્ત્વ, એને ગુણ છે, પર્યાય છે. બીજાં તત્ત્વ અજીવ ધર્માસ્તિકાય વગેરે પણ સમાં જ ગણાય છે. એમાંય જીવ-તત્વના બીજા પર્યાય પુણ્ય-પાપ આશ્રવ–સંવર વગેરેને પણ સમાં જ સમાવવાના છે. તેથી એકલું ચારિત્ર એ તત્વ એટલું કહ્યાથી કેમ ચાલે? સારાંશ, વાત આ છે –ભગવાને ગણધરને ચારિત્રના માર્ગ પર લાવી પછી સમગ્ર વિશ્વને તત્વબોધ કરાવ્યું. આ એટલા જ માટે કે અસત્ય બોલવાવિચારવાનાં કારણભૂત રાગદ્વેષ પડતા મૂકે, એટલે તમને તવ પર યથાર્થ વિચારણું થઈ શકે. આ ઉપરથી એ ફલિત થાય છે કે દુન્યવી વસ્તુના રાગ-દ્વેષ પડતા મૂકવા માટે ચારિત્ર જોઈએ. ચારિત્ર એટલે કે પાપ વ્યાપાર યાને હિંસાદિની પ્રવૃત્તિઓ બંધ કરે, એને ત્યાગ કરે, ત્યારે ચારિત્ર સ્વીકાર્યું ગણાય. ત્યાં રાગ દ્વેષ પડતા મૂક્યા કહેવાય. ત્યારે પ્રશ્ન થાય, શ્રાવકપણની દશા કેવી? :