________________ 112 આ કઈ અવસ્થા છે? ભારે કપરી. એમાં પણ સતીને દણાં-હાય-નિરાશાની વિચારણું નહિ, પરંતુ શીલ બચાવી લેવા અને બાળપુત્રની હત્યા ન થવા દેવા માટેની સુયોગ્ય વિચારણું છે. આ તાત્વિક જ વિચારસરણી છે. “તાત્વિક' એટલા માટે કે આ વિચારણામાં શીલરક્ષા અને હિંસાનિવારણ એ બે મહાન ઉદેશ છે, બે સુંદર ફળ છે. આ તાત્વિક વિચારણને પ્રભાવ કે પડે કે એમાં પોતાને બિહામણું જંગલમાં એકલા અટુલા પશુને ભય લાગે નહિ, તેમજ મારા બાળકને એકલે કેમ મૂકાય એવી ગાંડી ચિંતા–સંતાપ નહિ યા “હાય! પતિ આમ મય? હાય! મારે આટલું વહેલું વૈધવ્ય?” એવી કશી હાયય થઈ નહિ. મુનિને વ્યાધિમાં તાત્વિક વિચારણા - તાત્વિક વિચારસરણીને અદૂભુત પ્રભાવ પડે છે. એટલે તે મુનિને વ્યાધિ આવે ત્યારે તાત્વિક વિચારણામાં એ વિચારે છે કે (1) આ ભૂતકાળની ભૂલનું પરિણામ છે, (2) વર્તમાનમાં ભૂલના પરિમાર્જનરૂપે વ્યાધિ દ્વારા દેવું ચૂકતે થઈ રહ્યું છે, ને (3) ભવિષ્ય માટે વ્યાધિ દ્વારા એ કર્મ કચરા નષ્ટ થવાથી વિશુદ્ધિ વધે છે. એમ બીજા પ્રસંગમાં પણ એને લગતી