________________ 113 મ ત્રિકાળની સ્થિતિ વિચારતા રહે છે. આમ | મુનિ જગતના પદાર્થનું ત્રણેકાળનું યથાસ્થિત મનન કરનારા હોય છે, તેથી જ એ મુનિ કહેવાય છે, અને એવા મુનિને એટલે જ વ્યાધિમાં જરાય આકુળવ્યાકુળ થવાનું રહેતું નથી. મુનિ રાગ દ્વેષ રહિત બને છે તે જ તત્વનું યથાસ્થિત ચિંતન કરી શકે છે. આ હિસાબે જ મહાવીર ભગવાન ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોને પહેલાં ચારિત્ર આપી રાગદ્વેષ પડતા મુકાવે છે, ને તે પછી તત્વ ત્રિપદી આપે છે. રાગદ્વેષ પડતા મૂકે એટલે તાવિક વિચારસરણી આવે. એક ખૂબી જુઓ કે ગણધરે ચારિત્ર લઈને પ્રશ્ન કરે છે કે “ભગવત્ ! તત્વ શું?” એના પર પ્રભુ તવ તરીકે એમાં એમ નથી કહેતા કે “ચારિત્ર એ તત્વ છે, પરંતુ ઉત્પાદ-વ્યય-ધવ્ય યુક્ત સતુ એ તત્વ છે,” એમ કહે છે. કેમ એમ? ચારિત્ર એ માર્ગ છે, અને ઉત્પાદાદિ ધર્મયુક્ત સત એ તવ છે. પહેલાં માર્ગ ઉપર આવે, પછી તરવની ખબર પડે. અલબત ચારિત્ર એ તવરૂપ સતુમાં સમાઈ જાય છે, એટલે તત્ત્વ તે છે જ, પરંતુ એટલેથી તત્વ