________________ 109 કેવી મેટી આપત્તિ? જે આ લેડી સિમ્પસેનને ન છેડી તે આખા વિશાળ બ્રિટિશ સામ્રાજ્યનું હાકેમ પણું ગુમાવવાનું. બોલે શું કર્યું એણે? અગર એક આ લેડી સિમ્પસેનને છોડી દે, તે શું એને એનાથી ય રૂપાળી અમીર કુટુંબની સારી પ્રેમાળ કન્યા ન મળે? મોટા બ્રિટિશ સામ્રાજ્યની સમ્રાટની પત્ની થવાનું કેને ન ગમે ? સુંદર અપ્સરા જેવી અમીર કન્યા મળી શકે, અને મોટું સમ્રાટપણું ઊભું રહે. પરંતુ આઠમા એડવડે એમ ન કર્યું, લેડી સિમ્પસેનને ન છોડી, પણ મોટા બ્રિટિશ સામ્રાજ્યનું સમ્રાટપણું રાજીનામું આપીને છેડી દીધું! ત્યારે શું એ એમ કરવામાં મનથી દુઃખી થયે હશે કે “હાય! મારે આવું સમ્રાટપણું જતુ કરવું પડે છે? ના, પ્રસન્નતાથી છેડયું. કઈ એવી મજબૂત વિચારસરણું પર એણે આ મહા સામ્રાજ્યને ત્યાગ પ્રસન્ન દિલથી કર્યો હશે? કહે, આ વિચારસરણી કે “સિમ્પસેને મારા પર વિશ્વાસ મૂકી પ્રેમ કર્યો છે કે “આ મારી સાથે જિંદગી સુધી પ્રેમથી બંધાયેલા રહેશે મને તરછોડશે નહિ,' બસ તે પછી એ એના વિશ્વાસને મારે ભંગ