________________ 105 એવા તમારા ઢીંચણને લાખ લાખ વંદના કરું છું.” ત્યાં માનસિક તિલક કરવાનું ને બે હાથ મસ્તક જેડી નમસ્કાર કરવાને. બસ, આમ એકેક અંગ ક્રમસર મન પર લેતા જવાનું, એના મહિમાને ચિંતવવાને. અને ત્યાં તિલક તથા નમસ્કાર કરવાને. આ રીતે એક ભગવાનના નવ અંગ પર સળંગ વિચારધારા ચાલે ત્યાં ખાટા વિચાર ફજુલ વિચાર કયાં ઊભા રહે? કે ક્યાંથી ઉઠે ? આ જ ખોટા અને નિરર્થક વિચારો પર અંકુશ આવી ગયા કહેવાય. આમ, (1) જેવી સળંગ વિચારધારા અનેક દેરાસરના અનેક ભગવાનમાં કમસર મન લગાવવાથી આવે, અથવા (2) એક જ ભગવાનના નવ અંગમાં ક્રમશઃ એકેક અંગ પર મન લગાવવાથી સળંગ વિચારધારા ચાલી શકે, અને ત્યાં અતિ કિંમતી માનસિક પુરુષાર્થ શક્તિ વેડફાઈ ન જતાં લેખે લાગે મહાન સુંદર ફળ લાવનારી બનાવી શકાય, એમ, (3) જીવન પદક ભેદ વિચારવા માંડે તે પણ સળંગ વિચારધારા ચાલી શકે. એવા તે કેટલાય નક્કર ત અને વાસ્તવિક પદાર્થો જિનશાસનમાં છે કે એની કમસર વિચારણા ચલાવીએ તે સળંગ