________________ 103 ખેટા વિચાર કરતા મન પર અંકુશ મૂકવાને રચનાત્મક ઉપાય આ, કે સળંગ ધારા ચાલે એવી સારી વસ્તુના વિચાર ચાલુ કરી દે. સારા વિચાર કયા? - દા. ત. અનેક દેરાસરે અનેકવાર જોયા હોય તે એકેક દેરાસર મનની સામે લાવી એમાં એકેક ભગવાન જેવા માંડે, અને એને માનસિક ખમાસમાણું, “ઈચ્છામિ ખમાસમણું વંદિઉં...” એ સૂત્ર બોલીને આપવા માંડે, ત્યાં જેટલા ભગવાન યાદ આવે એ એકેક ભગવાન લઈ એમને જઈ સૂત્ર બોલીને માનસિક ખમાસમણું આપવાનું. એમ કરતાં એક દેરાસર પૂરું થયું, એટલે પછી બીજું દેરાસર મન પર લાવવાનું એમાં વળી એકેક ભગવાન લઈ લઈ એમને સૂત્ર બેલવા પૂર્વક ખમાસમણું દેતા ચાલવાનું આમ અનેક દેરાસરમાં મન જોડતાં સહેજે સારી વિચાર–ધારા ચાલે. આ જ બેટા વિચાર પર અંકુશ આવ્યું અથવા કહે, બહુ ભગવાન યાદ નથી આવતા, તે જે બે પાંચ ભગવાન યાદ આવે એમાંથી એકેક ભગવાન મન પર લાવે, મનને હવે એ ભગવાનમાં જોડો. પછી એ ભગવાનના જમણા અંગુઠાથી એકેક અંગમાં મન જોડી એ અંગના મહિમા વિચારે. દા. ત.