________________ રહી છે, એકેનિદ્રયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને મન નથી મળ્યું, એટલે વિચારને પુરુષાર્થ કરવાનું સાધન નથી મળ્યું. તેથી એ એની પાસે વિચારોની પુરુષાર્થ શક્તિ નથી, એટલે વિચારોને પુરુષાર્થ કરી શકતા નથી. પરંતુ આપણે સંસી પંચેન્દ્રિય જીવ મનવાળા છીએ; તે આપણી પાસે જેમ કાયા છે તે કાયિક પુરુષાર્થ શક્તિ છે, એનાથી કેઈ કાયિક પ્રવૃત્તિના પુરુષાર્થ કરી શકીએ છીએ. એમ આપણી પાસે મનના સાધન દ્વારા માનસિક વિચારની પ્રવૃત્તિના પુરુષાર્થ કરી શકીએ છીએ. એટલે સારા વિચાર કરીએ તે એમાં માનસિક પુરુષાર્થ શક્તિ સારી લેખે લાગી રહી છે, અને ખોટા ખરાબ વિચાર કરીએ એમાં ય માનસિક પુરુષાર્થ શક્તિ તે વપરાઈ જ રહી છે, પરંતુ તે ખોટી જગાએ; એટલે એ શક્તિ વેડફાઈ રહી છે, આપણને લાગે કે વિચારમાં મહેનત શી? - પ્ર - વિચારે કરવામાં ક્યાં મહેનત પડે છે? એટલે એમાં આત્માએ પુરુષાર્થ છે ખરી ? ઉઃ- પરંતુ અહીં સમજવા જેવું છે કે જેમ ધીરેથી બે વાકય બેલવા હોય તો એમાં ખાસ મહેનત પડતી હોય એવું લાગતું નથી, છતાં એ બોલવામાં