________________ જરાક બિનજરૂરી પૈસાના પુરુષાર્થમાં પૈસાની મહેનતમાં પડયા એ કિંમતી ધર્મપુરુષાર્થ કાળ વેડફી નાખે! સાધુને માટે કહ્યું છે કે “બને ત્યાં સુધી અપરિકમ વસ્ત્ર વહેરી લાવે.” અપરિકર્મ એટલે વસ્ત્રને લાવીને માપથી વધારે લાવેલા વસ્ત્રમાંથી ચરે ફાડી નાખ પડે, યા ફાટેલું સાંધવું પડે, એ પરિકર્મ કહેવાય. એ ન કરવું પડે એ અપરિકર્મ વહન..આ ઉત્તમ વસ્ત્ર છે. પરિકમમાં શું બગડે? - પ્ર- કેમ જરા ફાડવું પડે કે સાંધવું પડે એમાં શું બગડી ગયું? ઉ - બગડી એ ગયું છે એટલું ય કરવાના પુરુષાર્થમાં ધર્મ-આરાધનાને પુરુષાર્થ ગુમાવ્યું, એટલા સમયમાં જે સ્વાધ્યાય પુરુષાર્થ થાત સાધુસેવા યા ગુરૂસેવાને પુરુષાર્થ થાત” જાપ-ધ્યાનનાં પુરુષાર્થ થાત, એ ગુમાવ્યા એમ ધર્મ–આરાધનાને બદલે બીજા ત્રીજા વિચાર કર્યો, એ અસત્ પુરુષાર્થ કહેવાય. એમાં ધર્મઆરાધનાને માનસિક પુરુષાર્થ રહી ગયા, ગુમાવ્યા, એટલે પુરુષાર્થ કાળ વેડફી નાખે. ફરિયાદ કરે છે ને કે ધર્મસાધના વખતે બીજા ત્રીજા વિચાર કેમ અટકે :