________________ હવાથી મન પ્રસન્ન રાખે છે, એટલે વેદનાથી વિહવળ થતા નથી. પછી શું કામ વ્યાધિ પ્રત્યે ઉગ કરી “એ કેમ જાય, કેમ જાય,’ એવી ઝંખના કરે? હા, વ્યાધિથી થતા શ્રુતજ્ઞાન-નાશ વગેરે નુકસાન એ મેટા નુકશાન છે, તેથી એ મોટા નુકસાન ન ઉઠાવવા પડે એ માટે નુકસાન અટકાવવા નિર્દોષ દવા–ઉપચાર કરી વ્યાધિને શાંત કરવા પ્રયત્ન કરે. આમાં નિર્દોષ દવા-ઉપચાર કરાવવા પાછળ ધ્યેય જેવા જેવું છે, દવા કરાવવાનું ધ્યેય શું છે? લક્ષ્ય શું છે? મુનિને દવા કરવા પાછળ વ્યાધિની વેદનાને ત્રાસ મિટાડવાનું ધ્યેય નહિ, કિંતુ મૃત જ્ઞાન નાશ, વગેરે મેટાં નુકસાન અટકાવવાનું ધ્યેય છે. મુનિ સમજે છે કે મહાન પુર્યોદયે મનુષ્ય જન્મ અને ચારિત્ર-જીવનમાં આવ્યા છીએ તે ઊંચા ધર્મપુરુષાર્થ કરી લઈએ એ માટે. ત્યાં શ્રુતજ્ઞાન-શાસ્ત્ર સ્વાધ્યાયની અખંડ ધારા એ ઉચ્ચ ધર્મપુરૂષાર્થ છે. એને ધીખતે રાખવાના ધ્યેયથી મુનિ રોગમાં દવા-ઉપચાર કરી લે છે. મુનિ સમજે ધર્મ આરાધનાનો પુરુષાર્થ કાળ અતિ દુર્લભ