________________ (2) વ્યાધિથી વર્તમાનમાં પૂર્વકર્મનું દેવું જે ચુકવાય છે એ કચવાયા વિના શાહજેશ ચુકાવવાનું તેમજ (3) ભવિષ્ય માટે વ્યાધિ ભોગવીને કર્મક્ષય થવાથી આત્મશુધ્ધિ છે, એને આનંદ રાખવાને. આમ મુનિ વ્યાધિના ત્રણે કાળના સ્વરૂપને ચિંતવતા હોય એટલે પછી વ્યાધિની વેદનાથી શા સારુ વિહવળ થાય? શા સારુ વિહવળ થઈને અસમાધિ કરી વ્યાધિને ભગાડવાની ઈચ્છા રાખે? વ્યાધિનું ભૂતકાળનું સ્વરૂપ હિંસાદિ અને મને માલિન્ય હવાથી, અર્થાત્ મને માલિન્યથી વ્યાધિ ઊભી થઈ છે. તે પછી અત્યારે વિહવળતાનું (અસમાધિનું) મને માલિન્ય નહિ કરવું; જેથી નવી વ્યાધિના કર્મ ન ઊભા થાય, એમ એ સમજે છે. વ્યાધિનું વર્તમાન સ્વરૂપ એક પ્રકારનું કર્મનું દેવું ચૂકવવાનું છે, એમાં શાહુકારની જેમ રાજીપે જ રાખવાને, એ પણ સમજે છે. વળી વ્યાધિનું ભવિષ્યનું સ્વરૂપ, વ્યાધિ સહર્ષ ભગવાઈને, કર્મક્ષય તથા આત્મવિશુદ્ધિ છે. એ મહાન લાભ જોતાં પણ મન ન બગાડતાં પ્રસન્નતા રાખવા જેવી છે, એમ મુનિ સમજે છે. આમ મુનિ વ્યાધિના શૈકાલિક સ્વરૂપને જોતા