________________ રાગ-દ્વેષ ક્યાં ઉભા રહે? પરિગ્રહ માત્રને રાખવાની ય વાત નથી ને પરિગ્રહને સારે માનવાની ય વાત નથી; ને ત્યાં કઈ પણ વસ્તુ પર રાગ કરવાની વાત કયાં રહે? સૂક્ષમ બ્રહ્મચર્યની ય પાકી પ્રતિજ્ઞા છે ત્યાં સ્ત્રીને રાગ તે રહે જ શાને? નિર્દોષ ભિક્ષાને પણ નિંદાપ્રશંસાદિ પાંચ દેષ ટાળીને જ વાપરવાનું સંયમી સાધુજીવન છે ત્યાં ખાનપાનના વિષય પર રાગ દ્વેષ શાના કરવાના રહે? તાત્પર્ય, કંચન-કામિનીને સર્વથા ત્યાગમય સંયમ-જીવનમાં એવા રાગ દ્વેષ ઊભા ન રહે, એટલે સ્વાભાવિક છે કે હવે તત્ત્વનું ચિંતન ને જગતના પદાર્થનું ચિંતન યથાર્થ ચાલે, લેશ પણ અસત્ય મનેટેગ વિનાનું ચાલે. એટલા જ માટે “મુનિ' શબ્દની જૈન શાસ્ત્રકારોએ આ વ્યાખ્યા કરી 'मन्यते यथावस्थित कालिक जगत्स्वरुपम इति मुनि:' જગતના અર્થાત પદાર્થના ત્રણે કાળના સ્વરૂપને યથાવથિત ચિંતવે એ મુનિ. એટલે મુનિને તાવ વગેરે વ્યાધિ આવી ત્યાં આ વિચારે કે આ વ્યાધિ ભૂતકાળમાં સેવેલ હિંસાદી આશ્રવથી ઊભા થયેલા અશાતા વેદનીય કર્મને વિપાક છે, વર્તમાનમાં એ મારા આત્માના “સંયમપરિણામ'-ગુણને કાંઈ બાધક નથી; કેમકે એ