________________ માનવ જન્મ દુર્લભ છે, તે ધર્મ-આરાધનાને પુરુષાર્થ કાળ પણ એથી વિશેષ દુર્લભ છે; કેમકે માનવ જન્મમાં જે ઉચ્ચ ધર્મ-આરાધના થઈ શકે એવા બીજા કોઈ જનમમાં ન થઈ શકે. બીજે બીજી અર્થકામની આરાધનાના પુરુષાર્થ થઈ શકે; પરંતુ ઉચ્ચ ધર્મની આરાધનાના પુરુષાર્થ ન થઈ શકે. મોટા દિવ્ય તાકાતવાળા દેવતા કે ઈન્દ્રથી પણ ઉચ્ચ ધર્મ “ચારિત્ર ધર્મની આરાધનાને પુરુષાર્થ ન થઈ શકે. પૂર્ણચારિત્ર-ધર્મારાધનાને ઉચ્ચ પુરુષાર્થ તે મનુષ્યને જ વરેલો છે. એટલે માનવકાળ એ આ ઉચ્ચ ધર્મારાધનાને પુરુષાર્થ કાળ કહેવાય. એ પણ આર્યકુળના માનવજન્મમાં મળે; અનાર્ય—મલેચ્છ કુળના જનમમાં નહિ. માટે એ ધર્મ-આરાધનાને પુરુષાર્થ કાળ અતિ દુર્લભ. હવે જે માનવભવ જ અતિ દુર્લભ, તે ધર્મરાધનાને પુરુષાર્થ કાળ કેટલો દુર્લભ? બેલે, દિવસ રાતના કયા ભાગમાં આ ખ્યાલમાં આવે છે કે “અહે! મારે આ જન્મને સમય એ અતિ દુર્લભ ધર્મારાધનાને બહુ કિંમતી પુરૂષાર્થ સમય છે? એને હું ક્યાં વેડફી રહ્યો છું? અર્થકામના પુરુષાર્થમાં? કષાયેના પુરુષાર્થમાં? મુનિને અપરિકવન્સ છે