________________ કરત? કિન્તુ એ વીતરાગ, મારા અને સૌના પર રાગ પડતા મૂકી સંયમ પાળવામાં લાગી ગયા. કેમકે, શું હું કે શું બીજું કઈ કઈ જ બેલાવવા લાયક નથી, કેઈના પર પણ રાગ મમત્વ કરવા લાયક નથી; કેમકે એ બધા આપણાથી પર છે, ભિન્ન છે, અન્ય છે. અન્યમાં મન ઘાલવા જતાં સ્વ ભૂલાય છે. તે મારે પણ શા માટે પરમાં ભળવું? ને એમ શા માટે મારા આત્માને ભૂલે? બસ, મરુદેવા માતા અન્યત્વ ભાવનામાં ચડતાં મહાવૈરાગ્ય મહાવિરક્તિ અને વિરતિભાવમાં ચડ્યા ચડયા તે સર્વથા અનાસક્ત બની વીતરાગ ભાવે પોંચી ગયા! શું કર્યું આ? ધર્મને મર્મ પકડે. ધર્મને મર્મ અંતરની ધર્મ-પરિણતિ છે. એ મર્મ પકડ શી રીતે ? ઋષભદેવ જિનેશ્વર ભગવાનનાં ચરણ પકડીને, એટલે કે એમનું અને એમની વિતરાગ બનવાની સાધનાનું આલંબન પકડીને પિતે ભાવથી અંતરમાં આત્મ-પરિણતિની સાધનામાં ચડયા, તે વીતરાગ થઈ ગયા. અંતરમાં રાગાદિની પરિણતિ ઓછી કરતા ચાલો એટલે ગુણસ્થાનકની પાયરીએ ચડાય. સુલાસા શ્રાવિકાને મુનિને લક્ષપાક તેલ વહોરાવવાને