________________ નથી કર્યું ને?' યુવાન કહે “શેઠ આ શું બોલ્યા? મારે ય ભગવાન માથે નથી? જો જુઓ,” એમ કહી ડમ્બાની અંદર ચમ ઘાલી અંદરનું કેશર કાઢી બતાવ્યું. શેઠે જોયું કે અંદર પણ ઉપરની જેમ જ ચેકનું મઘમઘાયવાન કેશર છે. છતાં કહે છે, “અલ્યા પણ બીજા ડબ્બાઓમાં કેશર કેવું?” યુવાન કહે “શેઠ! તમે જાતે જઈ ને ? કહો તે બધા ડબ્બા ખાલી બતાવું!” એમ કહી એકેક ડઓ ઝટઝટ કાઢી કાઢી ખેલી ખેલીને બતાવે છે. 10-20 ડબ્બા એવી ઝટપટતાથી બેલી ખેલી બતાવ્યા ને ઉપર-ઉપરનું કેશર સુંઘાડતો જાય છે, કે શેઠના મનને લાગ્યું કે જુવાનિચે છે તે ભલે ભોળે. આમાં કાંઈ અવિશ્વાસ કરવા જેવું નથી.” એટલે યુવાનને કહે “હવે રહેવા દે બીજા ડબ્બા નથી જેવા....” છતાં યુવાન કહે, “ના શેઠ! મારા પર અવિશ્વાસ રહે એ ઠીક નહિ. તેથી બધા જ ડબ્બા ખેલીને બતાવું; અથવા ઊઠે તમે જ ગમે તે ડબ્બા ખેંચી કાઢીને જોઈ લ્યો " ઉઠાડયા શેઠને. શેઠે બે ચાર ડબ્બા આડે અવળેથી