________________ હવે જુઓ શેડ કયાં ઠગાય છે. યુવાન પાસેથી ચાંદીને ગઠ્ઠો કલાઈના ભાવે લઈ લીધે, ખુશી થયા, અને યુવાન પણ ખુશી દેખાડતે કહે છે, “શેઠ! સારું થયું આ તમે અહીં જ મારી કલાઈ લઈ લીધી. એટલે મારે આ વેચવા બજારમાં ભટકવું મટયું, અને કોને ખબર બજારમાં આટલા પૈસા ઉપજત કે કેમ? ભલું થજે તમારું.' એમ કહીને યુવાન ચાલી ગયા. એ યુવાનનું નવું તકદઃ કેશરના ડખા : થડા દિવસ ગયા પછી યુવાને નવું તર્કટ રચ્યું. કાશમીરી કેશરના સે ખાલી ડબ્બા લઈ આવ્યું, એમાં લાલ લાલ કેસૂડો લાવીને દાબીને ભર્યો અને દરેક ડબામાં ઉપર કેશર પાથરી દીધું! કેશર કેવું મઘમઘતું ? ડબે ખોલે એટલે કેશરની મઘમઘતી વાસ આવે. એક ડબ્બા એકલા કેશરથી ફેરો ફરે ભર્યો. બસ, હવે ડમ્બા ગાડામાં નાખી બજારે જવા નીકળે. સવારના 8-8 વાગ્યાનો સમય હશે. શેઠ 8 વાગે ઉઠનારા તે એટલે દાતણ કરતા બેઠા હતા. યુવાનને ગાડા સાથે જ જોઈ બોલાવે છે - કેમ યુવાન ! આ શું લઈ ચાલ્ય?” જુવાન કહે “શેઠ! કાલે મોટા શહેરમાં ગયેલે,