________________ 87 ત્યાં હાઇલાસ કેશર કાશમીરથી આવેલું જોયું. ભાવ તાલ પૂછ્યા તે લાગ્યું કે વ્યાજબી ભાવ છે, તેથી એ કેશરના 100 ડબ્બા ખરીદી લાવ્યો છું. એ વેચવા બજારમાં જાઉં છું ! શેઠ કહે “મને દેખાડતે ખરે કે કેશર કેવુંક છે.” યુવાન કહે “શેઠ! દેખાડીને શું કરું? તમે ખરીદે તે 1-2 ડબ્બા ખરીદે. મારે તો લેટમાં વેચી દેવા છે, એટલે મને બજારમાં જ જવા દે !" શેઠ કહે પણ દેખાડતે ખરે; કેશર સારું હશે અને ભાવ વ્યાજબી હશે તે હું તારા બધાય ડબ્બા કેમ નહિ ખરીદી લઉં?” યુવાન કહે “તે ઠીક શેઠ! પણ પછી મને નિરાશ ન કરશે ભાઈસાબ !' હા હા નિરાશ નહિ કરું. જે પેલે દહાડે તારી કલાઈ ખરીદી લીધી હતી ને? “હા શેઠ! હા શેઠ!” એમ કહી યુવાને ડબ્બાના લેટમાંથી પેલે એકલા કેશરને ડઓ ખેંચી કાઢી લીને શેઠને બતાવે છે. મઘમઘાયમાન વાસ જોઈને શેઠ લલચાયા; પણ કહે છે અલ્યા પણ આમાં હલકા કેશરનું મિશ્રણ તે