________________ ખેંચી કાઢયા યુવાને તે બેલી ખેલીને બતાવ્યા. બધામાં જ ઉપર કેશર પાથરેલું હતું. મઘમઘ વાસ હતી, તેથી શેઠને બરાબર ભરોસો પડી ગયે કે છે તે બધા જ ડબ્બા કેશરથી ભરેલા.” પછી ભાવ પૂછયે. યુવાને બજાર ભાવ કહ્ય, શેઠ કહે “અલ્યા એ ભાવ બજારમાં ચાલે છે, પછી હું વેચવા જાઉં ત્યાં મારે શું કમાવાનું?” યુવાન કહે, “શેઠ પણ આ તે તાજું કેશર છે, એ તે જુઓ. હમણાં હું બજારમાં લઈ જાઉં ને, તે સારે ભાવ ઉપજવાને જ છે. છતાં લેટના ભાવે લાવ્યો છું એટલે કાંક ઓછા ભાવે લાવ્યો છું, તે એમ કરે આઠ આને ઓછા ભાવે લઈ લે.” શેઠ કહે - “ના ભાઈ! રૂપિયે એ છે કર, યુવાન કહે, “શેઠ ! પછી મારે શું કમાવાનું ? એના કરતાં મને બજારમાં જ જવા દે. માલ જેઈને વેપારીઓ ઝટપટ ખરીદી લેવાના છે. છતાં ગરીબ પર દયા કરે, લ્યા, 12 આના ઓછા કરે” - શેઠ કહે “રાખ હવે, 12 આના ને રૂપિયે એ છે એમાં શે બહુ ફેર પડે છે. તે રૂપિયે એ છે આપી દે બધા ડબ્બા.” યુવાન કચવાતું દિલ દેખાડી કહે છે “પણ શેઠ!