________________ 85 શેઠ ગમાર? કે યુવાન? : શેઠ સમજયા કે “આ છોકરો ગમાર લાગે છે. એને ગમારને ચાંદી શું અને કલાઈ શું એના ભેદની ખબર નથી લાગતી, તેથી આ ખરેખર ચાંદીના ગઠ્ઠાને કલાઈ તરીકે ઓળખે છે. તો લાવને હું જ એને બે રૂપિયા વધારે આપીને પણ ખરીદી લઉં.' બેલો, શેઠને છોકરાની સાચી ઓળખ થઈ? ના, છોકરો ઉસ્તાદ છે, શેઠને એક સદામાં કમાવરાવી પછી બીજા સોદામાં નવરાવી નાખે છે, એટલે અહીં એ સમજપૂર્વક ચાંદીના ગઠ્ઠાને કલાઈને કહે છે. બેલે, શેઠ ગમાર કે યુવાન? અહીં સવાલ આ છે - શેઠને સાચી ઓળખ કેમ નહિ? - પ્ર - શેઠ યુવાનને કેમ ન ઓળખી શકયા? ઉ - કહે, શેઠને અનીતિની કમાઈ પર રાગ હતું, તેથી યુવાનના સ્વરૂપને સાચે બેધ શી રીતે થાય કે આ સાચી ચાંદીને કલા તરીકે વેચવા આવ્યા છે માટે દાળમાં કાળું તે નહિ હોય? આમ કરીને પછી ભવિષ્યમાં મને કાંક નવરાવી નાખવા તે ઇચ્છતે નહિ હોય?' કમાઈના રાગમાં શેઠે તે માત્ર ચાંદીને કલાઈના ભાવે ખરીદી લેવાને લાડ જ જે; એટલે એના મોટા લાભમાં યુવાનના વર્તાવમાં દશે શી રીતે દેખી શકે?