________________ 83 ભલે એ છોકરો ગુણિયલ હોય તે ય એ ષ એ એરમાન માતાને એની સાચી ઓળખ નથી થવા દેતે, લેમિયા શેઠને ધુતારા નેકરની સાચી ઓળખ નથી થતી. માટે તે કહેવત છે " લેભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.” લંપટ પતિને પત્નીની સાચી ઓળખ નથી થતી. દુશ્મન પર હાડે હાડ દ્વેષ છે તે દુશ્મન દાને પણ હોય છતાં એની સાચી ઓળખ નહિ થાય. એ તે રાગ-દ્વેષ બાજુએ મૂકે તે જ વસ્તુને સાચે બોધ થાય. એટલે ભગવાને ઈંદ્રભૂતિ વગેરેને તને સાચે બેધ કરાવવા માટે પહેલાં ચારિત્ર આપ્યું, જેથી રાગ દ્વેષ ન રહે તે તત્ત્વનું ચિંતન રાગ દ્વેષ વિના કરી શકે. પ્ર - આ રાગ-દ્વેષ ચારિત્રથી શી રીતે ટળે? ઉ - કહે, રાગ દ્વેષને જગાવનાર હિંસાપરિગ્રહાદિની પા૫ પ્રવૃત્તિઓ છે. એ જે ભીષ્મ પ્રતિજ્ઞા સાથે બંધ કરાય યાને પ્રતિજ્ઞાબધ્ધ સર્વવિરતિ ભાવ લવાય તે રાગ દ્વેષ ટળે. “વિરતિ” એટલે સાવદ્ય પ્રવૃત્તિને પ્રતિજ્ઞાબધુ ત્યાગ. “સાવઘ” એટલે અવદ્યપાપ વાળી પ્રવૃત્તિ, સપાપ પ્રવૃત્તિ, એ ન કરવાની પ્રતિજ્ઞા કરી, પચ્ચકખાણ કર્યા, એટલે મનમાંથી એની અપેક્ષા પણ ગઈ કે “આમ તે મારે હિંસા પરિગ્રહ નહિ, પણ જરૂર પડયે હું આ સાવઘ