________________ 81 તે ભગવાને એમને મનને સંદેહ ટાળી શાંત કર્યા પછી પહેલાં “ચરણ” અર્થાત્ સાધુપણુના મહાવ્રત આપ્યા, અને પછીથી ત્રિપદી કહી તત્ત્વજ્ઞાન આપ્યું. બંને આપવા વચ્ચે સમયનું કેટલું આંતરું? ખાસ કશું જ નહિ, ઈન્દ્રભૂતિની પાછળ દસેય પ્રમુખ બ્રાહ્મણ પ્રભુ પાસે ચાલ્યા આવ્યા તરત એકેકના સંદેહ ટાળ્યા, ને “ચરણ” ચારિત્ર આપ્યાં. પછી એ બધાએ ચરણ–ચારિત્ર લઈને તરત જ “ભયવ! કિંતત્ત ? ભગવન ! તત્વ શું” એમ ત્રણવાર સવાલ કર્યા, ને પ્રભુએ એકેક સવાલની પાછળ “ઉપૂનેઈ વા” વિગમેઈ વા” “ધુવેઈ વા” એમ ત્રણ પદ “ત્રિપદી' આપી, તત્વજ્ઞાન આપ્યું. અહીં વિચારે, ગણુધરેને ચારિત્ર પહેલાં, અને તત્વજ્ઞાન પછી કેમ અપાયું? - પ્રવ- અરે! બધું એક જ બેઠકમાં છે, તે પહેલાં તત્ત્વજ્ઞાન” અને પછી “ચરણ” –ચારિત્ર કેમ ન આપ્યું? કેમ પહેલાં “ચરણ”ને પછી તત્વજ્ઞાન આપ્યું? ઉ૦- આપવામાં પહેલાં ચરણ અને પછી તત્ત્વજ્ઞાન એટલા માટે કે તત્ત્વજ્ઞાનની ચગ્યતા ચરણથી ઊભી થાય છે. કહેતા નહિ,