________________ 79 પ્રવૃત્તિ ઊંધા આચરણથી આત્માના આંતરિક ભાવ ખરાબ ઘડાયા છે. એ હવે રદ કરી આંતરિક શુભ ભાવ ઊભા કરવા હોય તે સ્વાભાવિક છે કે એ માટે સીધી પ્રવૃત્તિ સીધાં આચરણ જોઈએ. નાના છોકરાને રખડપટ્ટીના ઉંધા આચરણથી બચાવી શાળાગમનઅધ્યયનનાં સીધાં આચરણ આપે છે તે જ છોકરાને સારા સંસ્કાર પડે છે, એના રખડપટ્ટીના ખરાબ ભાવ ઓછા થઈ કર્તવ્યપાલનના સારા ભાવ ઊભા થાય છે, એમ અહીં અનાદિની ઊંધી પ્રવૃત્તિ પરષિાયેલા મલિન ભાવ અશુભ પરિણુતિ સુધારવા સીધી પ્રવૃત્તિ કરવી જોઇએ. તે જ શુભ પરિણતિ જાગે. પૂછે - પ્ર - અનાદિની ઊંધી પ્રવૃત્તિ કઈ છે? ઉ૦- આ જ - હિંસામય આરંભ-સમારંભની પ્રવૃત્તિ, જુઠ બોલવાની પ્રવૃત્તિ, ચેરી-અનીતિબેઈમાનીની પ્રવૃત્તિ, અબ્રહ્મ-કામવાસનાની પ્રવૃત્તિ, પરિગ્રહ–સંગ્રહની પ્રવૃત્તિ.. આની સામે સીધી પ્રવૃત્તિ કઈ એ સમજાશે. અહિંસા-સત્ય-નીતિ (અસ્તેય) બ્રહ્મચર્ય—અપરિગ્રહની પ્રવૃત્તિ એ સીધી પ્રવૃત્તિ છે. એમ સાંસારિક મેહમાયાની પ્રવૃત્તિ એ ઊધી પ્રવૃત્તિ, એની સામે જિનભક્તિ-સાધુસેવાની પ્રવૃત્તિ એ સીધી પ્રવૃત્તિ.