________________ હિંસાદિની બાહ્ય પ્રવૃત્તિથી અંતરમાં હિંસાદિના ભાવ પષાયા છે, તેથી હવે અંતરમાં એની સામે અહિંસાદિના ભાવ અહિંસાદિની પરિણતિ ઊભી કરવી હોય તે સ્વાભાવિક છે કે અહિંસાદિની પ્રવૃત્તિ ખૂબ રાખવી જોઈએ. એટલે જ અહીં જ્ઞાની ભગવંત “ઉબુડે માં પુણે નિબુદ્ધિજા”– “ભવસાગરમાં ઊંચે આવેલે તું નીચે ન રૂબીશ” એમ કહીને ચરણ-કરણ વિહીણે બઈ - “ચરણ-કરણ વિનાને નીચે ડુબી જાય છે” એમ કહે છે, એ માં પહેલું “ચારણ” લે છે. “ચરણ” એટલે અહિંસાદિ મૂળ ગુણની પ્રવૃત્તિ, એ વિનાને જીવ અર્થાતુ હિંસાદિની પ્રવૃત્તિવાળે જીવ ભવસાગરમાં ડુબી જાય છે. એમ કહીને અહિંસાદિની પ્રવૃત્તિ કરવાનું કહે છે. શ્રાવકના પણ સ્કૂલ અહિંસાવ્રત સ્કૂલ સત્યવ્રત વગેરે એ “ચરણ” છે, શ્રાવકનાં મૂળ ગુણ છે. “ચારણ” એટલે મૂળ ગુણ અર્થાત્ અહિંસાદિના વ્રત- મહાવ્રત, અને “કરણ” એટલે એના પિષક ઉત્તર ગુણ, અર્થાત શ્રાવકપણાની કે સાધુપણાની કરણ–ચર્યા–આચાર. તીર્થકર ભગવાને ધર્મશાસન સ્થાપીને મુખ્યત્વે આ ચરણ કરણ જ આપે છે. જુઓ ઈન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીર પરમાત્મા સામે વાદ કરવા આવ્યા,