________________ 78 બરાબર કામ બજાવવા ભલે મહેતાણું એ ધારે એના કરતાં સવાયું દેટું આપવાનું થાય પણ ભક્તિની વસ્તુ બરાબર સમયસર ને સારી હાજર થવી જોઈએ. ભગવાનની ભક્તિ કરવી જોઈએ, એ જ્ઞાન છે, એને અમલી કરવાની મહારાજા શ્રેણિકની તૈયારી હતી, એને આચરણમાં ઉતારવા સજાગપણું હતું. આચરણ વિનાનું કેરું જ્ઞાન આત્માનું શું ભલું કરે ? આચરણનું મહત્ત્વ શાથી? :આત્માનું ભલું આત્માની અનાદિની આંતરિક વિષય-પરિણતિ સુધરી જઈ સારી વૈરાગ્યાદિની પરિણતિ ઘડાવાથી થાય. આ માત્ર જ્ઞાનથી નહિ, કિન્તુ વિષયત્યાગ આદિના આચરણથી બને. જાતને ને કુટુંબને સારાં વસ્ત્ર અલંકારથી મઢવાનું કરોય, પણ પ્રભુને ફિકકું ચંદન ને ચપટી ચેખા ચડાવી પતાવાય ! એમાં વિષયત્યાગ કયાં આવ્યો? શ્રેણિકને પ્રભુ આગળ સાથિયો પણું નિત્ય નવલા સેનાના જવલાથી કરવા જોઈતે હતો. આ વિષયત્યાંગનું આચરણ છે, એથી આત્મામાં વૈરાગ્ય આદિની પરિણતિ ઊભી થાય છે, દઢ થાય છે. આચરણ વિના કરા જ્ઞાન અને સમજ માત્રથી અંતરની પરિણતિ ન સુધરે. પરિણતિ એ ભાવ છે. અનંત અનંત કાળ ઊંધી