________________ 76 જડબામાં ચવાઈ જાઓ.” મારે નવકાર–ધ્યાન અરિહંત-ધ્યાન મૂકવું નથી, એ મૂકીને દુનઅસમાધિ-કષાયને ઘેર પાપમાં પડવું નથી. વાનર મારી દેવઃ સાધુ પાસે - વાંદરે સિંહના દાંતથી જામફળની જેમ બટકાઈ રહ્યો છે છતાં પિતાના શુભધ્યાનમાં નિશ્ચી છે, ન ત્યાંથી પહેલાં ભાગી જવાની વાત, કે ન અત્યારે મન બગાડવાની વાત ત્યારે પીડા કેટલા સમય? નરકના જીવની અસંખ્ય વરસની પીડા આગળ વિસાતમાં નહિ વાંદરે સમાધિથી મર્યો ને ભવનપતિ દેવલોકમાં દેવતા તરીકે જન્મી ગયે. પછી તે આવીને એ ઉપકારી સાધુને દર્શન આપી સાધુને શાસન પ્રભાવનાના કાર્યોમાં પિતે સહાય કરશે એમ જણાવે છે. બોલે, વાનરે જ્ઞાનને અમલ કયાં સુધી કર્યો? વૈદ્યના ભવે મુનિ પાસેથી જ્ઞાન મળેલું, પણ અમલ નહેતે કર્યો એનાં કટુ પરિણામમાં વાનરને અવતાર જોયેલે ! તેથી હવે જ્ઞાનને અમલ કરવામાં વાનરપણાના હુકહુક મૂકી કડક દેશાવકાશિક વ્રતની આરાધનામાં લાગી ગયો ! અને અંતે સિંહના જડબામાં ચવાઈ જવાની પીડામાં ય વ્રત ન મૂકયું! શુભધ્યાનમાં રહ્યો. મરીને દેવ થયે, તે ય દેવતાઈ આનંદ મૂકી શાસન પ્રભાવનામાં સહાય કરવી છે. જ્ઞાન પર આ આચરણ છે.