________________ 75 યાને સાધર્મિક-ભક્તિ વિનાના કહેવાય? ના, મહા સંવિભાગ કહેવાય. ત્યાગ એ દાન કરતાં ઉચ્ચ છે, મહા દાન છે; માટે સાધુ એ દાનેશ્વરી કરતાં ઊંચા. સારાંશ દેશાવકાશિક–વ્રતમાં બધા વ્રત સમાયા, એટલે એ મહાન ધર્મ બની ગયો. પેલે વાનર આ વ્રત વારંવાર કરી રહ્યો છે. એમાં ચરણ” એટલે મૂળ ગુણ મૂળ વ્રત અને “કરણ” એટલે ઉત્તર ગુણે ઉત્તર વતે આવી ગયા. ચરણ-કરણ વિનાને હોય એ ડૂબે. આ શાને ડુબે? એકવાર જંગલની શિલા ઉપર આ વ્રત ધરી બેઠે છે અને નવકાર અરિહંતના ધ્યાનમાં છે ત્યાં એક ભૂખે સિંહ શિકાર અર્થે બહાર નીકળે તે આને દૂરથી જોતાં રાડ પાડીને આના પર ફાળ મૂકે છે. વાનરને શું થાય? ગભરામણ ન થાય? હાય ન થાય? ના, વાનરને સિંહની ફાળ પર ગભરામણ કેમ નહિ? કારણ એ, કે એને મેહમાયા અને કાયા–માયાના પાપે મનુષ્ય ભવમાંથી તિર્યંચના અવતારમાં કેવું પતન થયું છે, એને ખ્યાલ છે, અને હવે એવું પતન જોઈતું નથી, તેથી શું કામ કાયા-માયા રાખે? એ તે મનથી મસ્ત હોય, રે કુટિલ કાયા ભલે સિંહના