________________ ભગીરથ તરવરાટ વિના એમ જ પાપની અફસેસી આવી ને ટકી જાય. એમ તે આપણું મન અનાદિનું વિષય-લુબ્ધ, એને સવાસલે સારો કરતાં આવડે છે કે “શું કરું? પાપ ખોટું છે એમ જાણું છું મને જ્ઞાન તે છે, પણ પા૫ છુટતું નથી, ને મને પાપ કરવું પડે એની અફસી થાય છે, પણ આવા સવાસલાથી ને એવા મન-મનામણાથી આત્માનું શું વળ્યું જે પાપાચરણ તે જરાય સંકેચ વિના અને ખુશી ખુશી થઈને કરતા હોઈએ તે? ખુશી થઈ થઈને નિ:સંકેચ અને નિર્મર્યાદ સેવાતા પાપાચરણના જીવનમાં પાપચરણની વાસ્તવમાં હૈયારુદનવાળી અફસેસી જ નથી આવતી. - સારાંશ, જ્ઞાન ગમે તેટલું હોય, પરંતુ ચરણકરણ નથી તે જીવ ભવસાગરમાં ડુબે છે. - પેલે વૈદ વાંદરે બનેલે, એણે એકવાર જંગલમાં એક મુનિ પગે કાંટે વાગેલે તે પગ પર પગ ચડાવીને સૂતેલા જોયા. વાંદરાને મુનિ જતાં ચિંતા થઈ કે આવા તો કયાંક મેં જોયા હોય એમ લાગે છે. કયાં જોયા? કયાં જોયા?” એમ ઊહાપોહ કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભવ યાદ આવ્યા, ભારે અફસી થઈ