________________ તું હવે ધર્મનું શરણું લે, ને પાપને ત્યાગ કર. તારા માટે આ કલ્યાણકર દેખાય છે. પાથી બચવા માટે ઉત્તમ વત દેશવકાશિક વતઃ તને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે તું દેશાવકાશિક વ્રત લઈને બેસ. એમાં સમય નક્કી કરી એટલા સમય માટે બેસવાની જગા સિવાયની બહારની આખી દુનિયાની બધી જગા અને એમાંની જડચેતન બધી વસ્તુ સિરાવી દેવાની એટલે કે પ્રતિજ્ઞા કરવાની કે “આટલા સમય માટે મારે આટલી જ જગામાં રહેવાનું, અને એમાં મારે સર્વ પાપત્યાગ રાખવાને, તથા નવકાર મંત્ર ને અરિહંત ભગવાનનું ધ્યાન જ કરવાનું. બહારની જગા અને એની વસ્તુ સાથે મારે કશે સંબંધ જ નહિ ગમે તે ઉપદ્રવ આવે મારે અહીંથી ખસવાનું નહિ, ને બહારની જગા અને ચીજ વસ્તુની મમતાને ત્યાગ. એનેને મારે કશે સંબંધ નહિ.” આમ કરવાથી બહારની આખી દુનિયા અને ચીજ-વસ્તુ અંગેના પાપ બંધ થઈ જશે; તેમ પ્રતિજ્ઞા. સાથે ધર્મ–ધ્યાનમાં જ રહીશ, એટલે આ જન્મ અંગેના પણ કશા પાપ તને લાગવાના રહેશે નહિં. આપણા જીવને પાપજીવન જીવવાથી જ અનંત અનંત કાળથી જનમ-મરણની વિટંબણ અને દીર્ઘ