________________ ધરતીને ખેડીને એમાં વિપક્ષના બીજ નાખ્યા હોય, તે ધરતી વિષવૃક્ષ જ દેખાડે છે. એમ કુદરતના પેટાળમાં જીવોની હિંસા રૂપી બીજ નાખ્યા હોય તે કુદરત એ હિંસા વાવનારને હિંસા જ દેખાડે. કહે છે ને - જેવું વાવે તેવું લણે, - જેવું કરે તેવું પામે. વાંદરાનું રૂદનઃ મુનિને ઉપદેશ - વાંદરાએ મુનિને સાજા કરી દીધા પછી હવે વાંદરે મુનિની સામે બેસીને રેઈ રહ્યો છે. મુનિ એની આ ઉપચાર-વિધિથી સમજી ગયા છે કે “કેઈ પૂર્વના મનુષ્ય ભવમાંથી આ ભૂલે પડેલે જીવ લાગે છે. પણ એને ગમે તે હિસાબે પૂર્વભવનું અહીં જ્ઞાન થયું હોવું જોઈએ. સંભવ છે આ પૂર્વે વનસ્પતિશાસ્ત્રને જાણકાર યા વૈદ્ય હવે જોઈએ. હવે એ રુએ છે એટલે લાગે છે એને મનુષ્યભવ એળે ગુમાવાને પસ્તા થતું હશે.” તેથી મુનિ એને ઉપદેશ કરે છે, “મહાનુભાવ! તે પૂર્વે મનુષ્ય અને વૈદ્ય કે વનસ્પતિશાસ્ત્રવેત્તા એ કઈ હવે જોઈએ. ધર્મ ભૂલીને પાપ કરી આ તિર્યંચ નિમાં પડી ગયે, એને તને પસ્તાવે તે લાગે છે. પરંતુ એકલા પસ્તાવાથી કામ નહિ થાય,