________________ સંકોચ કે ગભરાયા વિના આંગળી યા હાથ બળી જુઓ.” બેગમે હાથ બળતાં જોયું કે પાણી બરફ જેવું ઠંડગાર હતું. બેગમને ખાતરી થઈ ગઈ પછી વૈદેને કહે “હું જાઉ છું જહાંપનાહ પાસે, તમે પછીથી ત્યાં આવજે.” બેગમ ગઈ, બાદશાહ સાથે મિઠાશથી વાત કરે છે, ત્યાં વૈદે આવ્યા, પહેલાં તે બેગમે એમને ધમધમાવ્યા, “અત્યારસુધી વર્ષાસન મફતના ખાધા? કેમ જહાંપનાહનો રોગ મટાડતા નથી? કહે તમે ચમત્કારિક દવાઓ જાણતા જ નથી.” વૈદેએ પહેલાં બેગમને જે ખુલાશે કર્યો હતે તે ખુલાસે અહીં પણ કર્યો એટલે બેગમ કહે “પરંતુ તમે ચમત્કારિક દવા કયાં જાણે છે? જાણતા હે તે બતાવે.” ત્યારે વૈદે પહેલા પ્રમાણે ઠંડા પાણીને હાડ મંગાવી એક ગોળી નાખી, એટલે પાણી અતિ ગરમ, અને બીજી ગાળી નાખી ઠંડાગાર બનાવી દીધું ! બાદશાહે જોયું. એટલે હવે બેગમ બાદશાહને કહે છે, જહાંપનાહ! વૈદે જાણકાર તે છે જ; જુઓને નાની શી ગળીઓના કેવા ચમત્કાર! પરંતુ ખુદાતાલાની મરજી લાગતી નથી, તેથી આપને દવા હવે કામ નથી કરતી. તે પછી ખુદાતાલને આરોગ્યની બંદગી કરો.