________________ 72 દુર્ગતિઓની વિટંબણું ચાલી આવી છે. એને અંત પાપના પાપજીવનના ત્યાગથી જ આવે.” | મુનિને ઉપદેશ વાનરને સેટ લાગી ગયા. એણે એ હાથ જોડી માથું નમાવી સ્વીકાર કરી લીધે, પછી જંગલમાં એ ચાલી ગયે. મુનિ પણ ત્યાંથી વિહાર કરી પિતાના સમુદાયને ભેગા થઈ ગયા. વાંદરાને જ્ઞાન મળ્યું, હવે શું કરવાનું? જ્ઞાનને એમજ જાણકારીમાં રાખી મૂકવાનું કે આચરણમાં અમલી બનાવવાનું? વડાઈ શેમાં? જ્ઞાન જે ખાલી રાખી મૂકવાનું હોય તે અજ્ઞાન આત્મા ને જ્ઞાનવાળા આત્મા વચ્ચે શું ફરક પડે? એક માણસને તરતાં નથી આવડતું એટલે બિચારે ડૂબે છે, ને બીજાને તરતાં આવડે છે પરંતુ તરવાની કળાના જ્ઞાન મુજબ હાથ પગ નથી હલાવતે એટલે ડૂબે છે, તે એની શી વડાઈ? વડાઈ નહિ, હલકાઈ થાય કે લેક પેલા અજ્ઞાનને બિચારે કહે “બિચારાને હાથ પગ હલાવવાની તૈયારી હતી પરંતુ આવડત નહોતી એટલે બિચારો શું કરે?” ત્યારે લેક આવડતવાળાને બેવકૂફ કહે,- “બેવકૂફ કે આવડત છતાં એદીએ હાથ પગ હલાવ્યા નહિ ને ડૂબે !" વાનરને દેશાવકાશિક વતઃ- જ્ઞાન પ્રવૃત્તિ માટે છે. માનવભવના થાળે આવેલે તું “ઉબુડે” છે,