________________ સંસ્કાર કામ કરી ગયા, ને જંગલમાં મુનિ દેખી પૂર્વ જન્મ યાદ આવી ગયે. હવે કેમ? તે કે હવે એને પારાવાર પસ્તાવે થાય છે કે વાનરને પસ્તા - “અરે! આવા મુનિ મહારાજે મને ગત ભવમાં પાપમાંથી બહાર કાઢી ઊંચે ઊંચકેલે, પણ મેં મૂરખે પાપ પાછાં શરુ કર્યા? જે માનવ-કાયાથી સારામાં સારી ધર્મઆરાધના અને વ્રત–નિયમ-સાધના વગેરે થઈ શકે, અને એ કરીને પોતાના આત્માનું મહાન હિત સાધી શકાય, એવી કાયાથી એ કરવાનું મેં ગુમાવ્યું? અને તે પણ ગુરુ મુનિ મહારાજ પાસેથી સારું જાણવા મળ્યું છતાં ગુમાવ્યું? અરરર! કેવી મારી કમનસીબી ! કે મારો અવળે પુરુષાર્થ ! છતે જ્ઞાને મેં ધર્મ-વ્રત-નિયમ વગેરેની આરાધના ન કરી તે આ અતિ કરુણ કંગાળ દશા પામે. હવે હું અહીં શું કરું? ધર્મસાધનાને યોગ્ય મનુષ્ય ભવ તે ગુમા ! ખેર ! પણ આ મુનિ મહારાજ કેમ એકલો અહીં સૂતા છે? લાવ, જઈ જોઉં કે એમને કઈ વ્યાધિ છે? જુઓ વાનર હવે કયાં જઈ રહ્યો છે, સાધુ