________________ 47) દુઃખ વહે?” આવું જે વિચાર્યું હોત તે એમાં પિતાની મલિન પરિણતિ પિષાત. કઈ મલિન પરિણતિ? વડિલની અવગણના ને સ્વાર્થવૃત્તિની પરિણતિ. ઘરમાંથી નીકળી જવાની અને દેશાવર ચાલ્યા જવાની શરીર ક્રિયા કરી તે જ અંતરમાં કૃતજ્ઞતા-ગુરુજનસેવાપરાર્થકરણ વગેરેની પ્રશસ્ત પરિણતિ માત્ર બેલવામાં નહિ, પણ વાસ્તવિક રૂપમાં ઊભી થઈ. આ બહુ ધ્યાન પર લેવા જેવું છે. શરીર અંતરમાં શુભ પરિણતિ જગાવનારકાવનાર સારી કિયાના સદુપયોગ માટે મળ્યું છે. અજ્ઞાન જી સ્વાર્થવૃત્તિ અને સુખશીલતાની લંપટતામાં શરીરને સ્વાર્થ સાધના અને આરામ માટે મળ્યું સમજે છે! કેવી મૂઢતા? શરીર આરામ માટે મળ્યું છે કે સારા કામ માટે ? માનવ શરીર ઉત્તમ વસ્તુ છે ઉત્તમ વસ્તુને સુજ્ઞને ખૂબ ખૂબ સદુપયોગ કરી લેવાનું મન રહે. - જર્મની–અમેરિકાથી સારી મશીનરી લઈ આવ્યા પછી એને સારે ઉપયોગ કરી લેવાનું કેટલું બધું મન રહે છે? માટે તો વીસે કલાક એને ઉપયોગ કરી લેવા 8-8 કલાકની 1 પાળીને હિસાબે રેજની 3-3 પાળી ચલાવે છે ને ? ઉત્તમ શરીર-ઇંદ્રિય