________________ વિચારવા જેવું છે કે દિવસમાં કેટલીવાર કાંઈ બગડ્યું-સગડ્યું, કાંઈ ધાર્યું ન થયું, કાંઈ અણગમતું અણધાર્યું થયું, ત્યાં મનને ખેદ અને હાય થતું હશે ? એ થાય ત્યાં કેટલાં ને કેવાં કર્મ બંધાઈ રહ્યા છે? સદ્ગતિનાં પુણ્યકમ? કે દુર્ગતિના પાપકર્મ?” આ વિચારો તે ખબર પડે કે એક દિવસમાં એટલીવાર, તે વરસ દહાડામાં કેટલી વાર દુર્ગતિના પાપકર્મ બંધાવાનું થતું હશે ? સે-પચાસવાર કે હજારવાર? એક “હાય” ની પણ મલિન પરિણતિ વરસ દહાડામાં કેટલી વાર? કેટલીવાર હૈયું બગાડવાનું કામકાજ ચાલુ? ત્યારે પૂછે, પ્ર - તે પછી આ જંગી મામલે કેમ અટકે ? ઉ– એટલા જ માટે જ્ઞાની ભગવતેએ ધર્મપ્રવૃત્તિમાં ખૂબ ખૂબ પરેવાયેલા રહેવાનું કહ્યું છે. ધર્મ પ્રવૃત્તિમાં ખૂબ ખૂબ દિલથી પરેવાયેલા રહે તે “હાય!' જેવા પાપ વિકપ અને પા૫ પરિણતિથી બચાય; પાપકર્મોના બંધથી બચાય. અહીં પહેલે લાભ, મનને હરખ થાય કે “અહે આ કેવી સુંદર ધર્મપ્રવૃત્તિ મને મળી કે જેથી આમાં રચ્યા-પચ્યા રહેવાથી પાપ-વિકલ્પ અને પાપપરિણતિથી તથા પાપબંધથી બચી જવાય છે!” એમ હરખથી અને અહંભાવથી હૈયું ગદ્દગદ થાય અને