________________ પ૭ નિસ્પૃહતાદિ ગુણોથી આગળ વધતાં તીર્થકરપણાનું પુણ્ય ઉપાર્જનારે બ. સુદર્શનને પૂર્વભવે કાયા-માયાની મમતા નહિ - એવી ઉન્નતિ સુદર્શન શેઠને થઈ, એજ ભવના અંતે મેક્ષ પામ્યા કેમ? પૂર્વ ભવે નેકરના અવતારે માત્ર એક “નમે અરિહંતાણં' પદ પામ્યા હતા. પરંતુ એની રટણ જોરદાર ! એ ધર્મ પ્રવૃત્તિ સાથે વૈરાગ્ય-નિસ્પૃહતા જોરદાર રાખ્યા કરી. મનમાં પૈસા ટકા ઈચ્છયા નહિ, કે અદીન રહી ગરીબીથી મનને ઓછું લાવ્યા નહિ. તમારે ધર્મ કરવાની સાથે આ અ–દીનતા છે? દેવપાલે “નમે અરિહંતાણું” ની એ રટણને બદલામાં કાંઈ જ દુન્યવી વસ્તુની પૃહા કરી નહિ. યાવત્ પાણીના પૂરમાં તરી જવા માટે ઝંપ મારતાં પેટમાં લાકડાને ખૂટે પેસી ગયે, પેટ ફાટી ગયું, મરણઃ કષ્ટ આવ્યું, છતાં કાયાની મમતા કરી નહિ, વેદનાની હાયય ખેદ કે મેતને ભય યા દીનતા કશું જ કર્યું નહિ, પણ સમતાભાવ રાખી ત્યાં પણ “નમે અરિહંતાણું” ની રટણ જ રાખી. આ બધી માનસિક વિચાર-પ્રવૃત્તિમાં નિસ્પૃહતા–અદીનતા -સમતા વગેરે ભેળવ્યા, એ ઊંચી ધર્મ-પ્રવૃત્તિ થઈ. એને પ્રતાપ બીજા જ ભવે એ ચરમશરીરી મેક્ષગામી બન્યા! ભવસાગર તરી ગયા! એકલું જ્ઞાન રાખ્યું