________________ પપ ને મનની ધર્મપ્રવૃત્તિ થઈ. જમતાં જમતાં ચાહ-દુધદાળ વગેરેમાં માખી ન પડે એ જોતા રહેવું એ આંખથી ધર્મ પ્રવૃત્તિ થઈ. કપડા ધેવા આપતા પહેલાં એમાં કઈ માંકણ વગેરે જીવજંતુ નથી ને? એ જોઈ લેવું એ હાથ અને આંખથી ધર્મપ્રવૃત્તિ થઈ. જીવનમાં ધર્મપ્રવૃત્તિ દાખલ કરવી છે? તે ક્યાં જીવદયા, કયાં પ્રશસ્ત ઉદારતા, કયાં પોપકાર, કયાં હિતબુદ્ધિ, કયાં સહિષશુતા, કયાં મૈત્રીભાવ, કરુણા, કે ગુણાનુરાગ વગેરે બેલવામાં–વર્તવામાં-વિચારણમાં જેવા-સાંભળવામાં દાખલ થાય છે? એ જોઈ દાખલ કરો એ બેલવા–વર્તવા કે વિચારવાની ધર્મપ્રવૃત્તિ થઈ. જીવનમાં આ જ કમાવવાનું છે,-વિચારમાં વાણુમાં, કે કાયા ઈદ્રિયના વર્તાવમાં પાપ ન પેસવા દે, ધર્મ દાખલ કરે. મહાન આત્માઓ જલદી તરી ગયા એનું કારણ આ, કે એમણે દેવદર્શન–પૂજા, સાધુભક્તિ, તથા ત્યાગ-વ્રત-નિયમ, દાન-શીલ વગેરે તે આચર્યા, પરંતુ વિશેષમાં એમણે રોજિંદા જીવનમાં વૈરાગ્ય, સર્વ પ્રત્યે મૈત્રીભાવ, ક્ષમા ઉદારતા-નિસ્પૃહતા–પરોપકારવૃત્તિ વગેરે દાખલ કરી દીધા. જીવન આ ગુણની સુવાસથી મઘમઘતું બનાવ્યું.