________________ પ્રભાવ એ પડે કે, અભાવ અને ગગદતાથી કરેલી એ ધર્મ પ્રવૃત્તિમાં ચિત્ત તન્મય થાય, તે ત્યાં બીજા ત્રીજા વિચારે અટકે. ધર્મપ્રવૃત્તિને બીજો પ્રભાવ એ, કે પાપ વિચારે અને મલિન પરિણતિથી બચવા માટે આ કરે છે એટલે જે તુચ્છ વસ્તુ ખાતર “હાય” થતું હેય એનું મન પર મહત્ત્વ ન રહે. દા. ત. ખીસામાંથી 5-50 રૂપિયાની નેટ પડી ગઈ મનને હાય થવા જતું હોય ત્યાં મન વાળી દેવાય કે મને લાખે કે કોડ રૂપિયાની કિંમતના પુણ્ય બંધાવનાર તથા અઢળક પાપકર્મોને નાશ કરનાર તથા અમૂલ્ય શુભાનુબંધો ઊભા કરી આપનાર ધર્મપ્રવૃત્તિ મળી, ત્યાં 5-50 રૂ. ગયા તે શું રેવું? ચકવતીઓના મોટા રાજ્ય ગયા એની સામે મારું શું ગયું છે? ધર્મપ્રવૃત્તિ અતિ આહાદ અને હોંશથી–ગદ્ગદતાથી કરતા રહેવામાં એનું ઊંચું મૂલ્ય હૈયે વસ્યું હોય ત્યાં દુન્યવી વસ્તુના અવમૂલ્યાંકન થાય, એથી એમાં ખટખામી આવતાં મનને બહુ અસર ન થાય એની હાય ન થાય. આ બતાવે છે કે ધર્મ પ્રવૃત્તિ ને ધર્મના આચાર–અનુષ્ઠાન સેવતા રહેવામાં શુભ પરિણતિ ઘડાતી આવે, ને પાપ પરિણતિ મુકાતી આવે. એટલે જ