________________ એકલા જ્ઞાનમાત્રથી આત્મામાં શુભ પરિણતિ નહિ ટકે. આવે ને નહિ ટકે. શિખકુમારે જે વિચાર્યું હોત કે “આપણે ભાઈ! ઘણું ય સમજીએ તો છીએ કે માતાને દિલમાં સંતેષ રહે આનંદ રહે એ રીતે વર્તવું જોઈએ.’– આવું એને જ્ઞાન હોવા માત્રથી અને કિયાના દેવાળાથી એના આત્મામાં કૃતજ્ઞતા વગેરેની શુભ પરિણતિ ન આવત, કે ન ટકત. દા.ત. જુઓને જ્ઞાન છે કે “પ્રભુ ઉપકારી છે, એમનાં દર્શન પૂજન કરવા જોઈએ. પરંતુ નજીકમાં દેરાસર છતાં આળસથી પ્રભુદર્શન નથી કરતે, પ્રભુપૂજા નથી કરતે, તે શું એના દિલમાં ખરેખર પ્રભુ કૃતજ્ઞતાની શુભ પરિણતિ રહે? કે પ્રભુની અવગણનાની મલિન પરિણતિ જ ઊભી રહે? વહેવારમાં જરૂર પડે કેમ સવારના ઊઠીને શેઠના દલાલના નેહીના સંબંધીના દર્શને નીકળી પડે છે? ત્યાં સમય મળે છે? ત્યાં આળસ નથી થતી? ને અહીં પ્રભુદર્શન-પૂજાની વાત આવે ત્યાં જ સમયની તંગી ને આળસ આગળ ધરાય છે? આમાં સ્પષ્ટ અનુભવાય છે કે શેઠ– દલાલ–સગાસ્નેહીને મળવાની ક્રિયા કરતાં અંતરમાં એમના પ્રત્યે સ્નેહ-બહુમાન-પરિણતિ જાગતી રહે છે એ સૂચવે છે કે, ઉચિત શરીરક્રિયા વિના આત્મપરિણતિ જગાડવી