________________ રહી? પરાર્થવૃત્તિ ક્યાં રહી? ગમે તેમ મારે તે આ ઘરમાં જ રહેવાનું. હું કયાં ઘર મૂકી બહાર ભટકવા જાઉં?”-એવી સ્વાર્થવૃત્તિ અને દુભાતા વડિલેની ઉપેક્ષા જ રાખવાની રહે. માટે કૃતજ્ઞતા ને પરાર્થવૃત્તિ જાગતી રાખવી હોય તે આ ઘરમાંથી નીકળી જવું જોઈએ, પછી ભલે બહાર ભટકવામાં ગમે તેટલાં કષ્ટ પડે !" બસ, એમ વિચારી શિખીકુમાર પિતે ગુપચુપ ઘરમાંથી નીકળી જાય છે. માતાને પછીથી એની જાણ થતાં નિરાંત થાય છે, આનંદ થાય છે. શરીરક્રિયાથી આત્મા પર અસર : જુઓ, આમાં પુત્ર શિખીએ શું કર્યું? બહાર નીકળી જવાની શરીર–કિયા કરીને પોતાની અંતરાત્માની શુભ પરિણતિ, કઈ? કૃતજ્ઞતા-પરાર્થવૃત્તિવડિલબહુમાન -આ શુભ આત્મ-પરિણતિ જીવતી જાગતી રાખી. નહિતર જે એમ વિચાર્યું હતું કે “ઉપકારી માતા ગમે તેમ વિચારે ને દુઃખી થાય, એમાં હું શું કરું? એમાં મારો કઈ વાંક નથી, ભૂલ નથી, ખામી નથી; તો મારે શા સારુ ઘરને ત્યાગ કરી દુખમાં મુકાવું? હું કાંઈ એને દુઃખ આપતું નથી. એ પોતે પિતાના ઈષ્યદેણે દુઃખી થાય છે. તે હું શું કામ