________________ શરીરક્રિયા કરે, તે અંતરમાં કૃતજ્ઞતા, પરાર્થવૃત્તિ અને વડિલ-બહુમાનની શુભ પરિણતિ જાગતી રહે છે. તેથી શરીર–ક્ષિા સાથે આત્મ પરિણતિ સંકળાયેલી રહે છે એ સાબિત થાય છે. એટલે કે ઈ કહેતું હેય પ્ર.- શરીરની ક્રિયાથી પૌગલિક શરીરને વ્યાયામ ને પુષ્ટતાને લાભ થાય, પણ અરૂપી આત્માને શો લાભ? જડની ક્રિયાની જડ પર અસર થાય. શરીર-ક્રિયાથી આત્મા પર શાની અસર થાય? ઉ– આ કહેવું ખોટું છે, એ હવે આ દાખલાથી સમજાશે. સેવાની શરીર-કિયા આત્મામાં (1) ગુરુજન પૂજાની શુભ વૃત્તિ, (2) કૃતજ્ઞતાની શુભ વૃત્તિ, (3) પરાર્થકરણની શુભ વૃત્તિ, (4) અનહદ ઉપકારી પ્રત્યે અહ અહે” ભાવ, બહુમાન-ગૌરવની શુભ વૃત્તિ.. વગેરે શુભ પરિણતિ જાગતી રહે છે. એથી ઉલટું શરીરની સુખશીલતાની પ્રવૃત્તિથી બેઠાખાઉપણું, હરામહાડકાપણું... વગેરે મલિન આત્મ પરિણતિ જાગતી રાખે છે. બાહ્ય ક્રિયાથી અંતરાત્મા પર અસરના દાખલા ઘણા–શિખીકુમાર :