________________ 43 માતા-પિતા કે ગુરુ પ્રત્યે જ છે, પણ પિતાના સ્વાર્થના કામમાં નહિ. સ્વાર્થનાં તે બધાં જ કામમાં હાડકા આખા છે, તે બધાં જ કામ બરાબર સાધે છે. એટલે અંતરમાં નકરી સ્વાર્થવૃત્તિની મલિન આત્મ-પરિણતિ બરાબર જાગતી છે, માત્ર પરાર્થવૃત્તિની આત્મ–પરિણતિ નહિ. એમ, (3) માતા-પિતા કે ગુરુના અનહદ ઉપકાર ભૂલે એટલે એમના પ્રત્યે બહુમાન “અહ અહા ભાવ જાગતે ન રહે, પણ ઉપેક્ષાભાવ ને અવગણનાભાવ જાગતે રહે. પૂછે, શું મા-બાપ કે ગુરુ પ્રત્યે અવગણના ભાવ રહે? હા, ઉપકારને સુખશીલપણું કરતાં અત્યંત કિંમતી લેખવાને જ નહિ! ઉપકારને કાંઈ બહુ ગણવાને જ નહિ! એ અવગણનાભાવ છે. આ અશુભ ભાવ છે, આત્માની મલિન પરિણતિ છે. હરામ હાડકા પણું, નકરી સ્વાર્થવૃત્તિ, અને અવગણના ભાવ... આ મલિન પરિણતિએ કેમ આવી? કહે - શરીરથી સેવાનાં કામની ક્રિયા નથી કરવી પણ શરીરને સુખશીલ રાખવું છે માટે એ મલિન આત્મ-પરિણતિઓ આવી. એટલે શરીરની સુખશીલતાની પ્રવૃત્તિ સાથે એ મલિન આંતર પરિણતિ સંકળાયેલી છે. જે બહારથી સેવાની