________________ 31 બગલમાં એ છતાં અંતરમાં ચારિત્રને ભાવ તે રહેજ શાને? આ બતાવે છે કે લેત્તર ધર્મને પાયે લોકિક ધર્મ છે. દેવદર્શન પૂજાદિ શ્રાવક ધર્મની ક્રિયાઓ કરી, કે સાધુ ધર્મની ક્રિયાઓ કરી, એ ધર્મ તે કર્યો, પરંતુ ગુરુજન પૂજા અને પરાર્થકરણ કરવાની પરવા ન રાખી, તો શ્રાવકપણું કે સાધુપણું તે નહિ રહે, સમ્યકત્વ પણ નહિ, અરે ! મંદ મિથ્યાત્વે ય નહિ, કિન્તુ તીવ્ર મિથ્યાત્વ રહેશે ! રામચંદ્રજી વગેરે ગાંડા નહેતા કે પિતાની આમન્યા-સેવા-વિનયમાં જરૂર પડયે મોટી રાયસંપત્તિ વગેરેની પણ કુરબાની કરી દેતા. પૂછો - - પ્ર– શું રામે જાતે રાજ્યને ત્યાગ કરી દીધે હતે? એમને તે પિતાએ રાજ્ય ન આપતાં ભારતને આપ્યું એટલે રામને રાજ્ય ન મળ્યું. એમાં રામને સ્વેચ્છાએ રાજ્યત્યાગ કયાં આવ્યા? ઉ– અહીં સમજવા જેવું છે કે ભલે પિતા દશરથે ભરતને રાજ્યગાદી સેંપી પરંતુ મોટાભાઈ રામચંદ્રજીને મૂકીને ભરત રાજ્યગાદીએ બેસવા તૈયાર જ નહોતે. એટલે જ રામચંદ્રજીએ જોયું કે “મારી હાજરીમાં એ રાજ્યગાદી નહિ લે, પણ જે હું વનવાસ