________________ છતાં એના પર લેશમાત્ર ગુસ્સે ન કર્યો, લેશમાત્ર વિહવળતા ન કરી, સાધુનું રૂપ કરીને પરીક્ષાર્થે આવેલ દેવતાને એટલું જ કહ્યું “ભગવાન ! ક્ષમા કરેજે, આજ આપે એટલે બધે ઉપકાર કર્યો કે મને સુપાત્ર દાનને લાભ આપવાનું નક્કી કર્યું છતાં મારા દાનાન્તરાય કર્મના ઉદયથી હું દાન દઈ શકી નહિ. માફ કરજો આપને તેલની જરૂર છતાં અત્યારે હું લાચાર બની છું. પણ અમારે ત્યાં આ બનતું હોય છે, તે 2-3 દિવસ પછી જરૂર પધારજે.” પરીક્ષા કરવા આવેલ ઈન્દ્રને સેનાપતિ દેવ હરિણગમેષી પ્રગટ થઈ કહે છે, “સુલસ! સુલસા ! ધન્ય છે તારા ધર્મસત્તને કે જેમાંથી તું ચલાયમાન ન થઈ. જેવી ઈન્દ્ર વખાણ તેવી છે. બોલ, હું તારું શું પ્રિય કરું ?" અહીં ધર્મનું સત્વ શું ? આ જ કે ગમે તેવી આફત આવે, પિતાની બાહ્ય ધર્મસાધનામાં અંતરાય પણ આવે, છતાં ઊકળી ઊઠવું નહિ, ઉપશમભાવ ગુમાવવો નહિ. ઉપશમ એ ધર્મનું ઉત્પત્તિ સ્થાન છે. શાસ્ત્ર કહે છે મર ઘમ્બર ........ હવામvમવસ......” કષાયના ઉપશમમાંથી ઉત્પન્ન થનાર આ ધર્મની