________________ ઓળખને અભાવે જે મેં હિંસા કરી...” આમ ધર્મ ઉપશમમાંથી ઊભું થતું હોવાથી ઉપશમ ગુમાવી ઉકળાટ લાવતાં ધર્મ ગુમાવવાનું થાય. સત્વ હોય તે ઉકળાટ ન આવવા દે. તુલસા આવા સત્ત્વવાળી હતી, તેથી બાહ્ય દાનધર્મ ન થઈ શક્ય છતાં દાસી પર ઉકળાટ કરીને આભ્યન્તર ધર્મ ગુમાવવાનું કેમ કરે? જુલસા ધર્મના મર્મને સમજી હતી, ધર્મ અંતરમાં ઉતાર્યો હતો. તેથી દેવપરીક્ષામાં નાપાસ ન થઈ. સિંહરાજાને ઉપશમભાવ - પેલા સમરાદિત્યના જીવ બીજા ભવમાં સિંહરાજા રસ્તામાંથી વૈરાગ્ય પામીને આવેલા, તે એના મર્મને સમજ્યા હતા કે જેવી સંસારમાં બહાર વિષમતા એટલે જ એ અસાર, એવી મારે ત્યાં પણ વિષમતા માટે જ એ સંસાર અસાર; એટલે એમાં હવે ડુબવાને ધંધે નહિ કરવાને.' આ મર્મ સમજેલા, તેથી રાજ્યગાદી સોંપી દેવા પુત્ર આનંદકુમારને બેલાવવા માણસ મેકલ્ય, તે માણસ આવીને કહે છે “કુમાર ઉદ્ધતાઈથી કહે છે મારે નથી આવવું” આ સાંભળીને રાજાને ગુસ્સે નથી ચડતે, પરંતુ જેવી બહાર તેવી પિતાને ત્યાં પણ સંસારની વિષમતા જુએ છે, અને એથી સંસાર