________________
૩
માટે રસભંડાર લુંટવાનો રસ્તો સરળ કરી આપ્યો છે. કેટલાક પ્રાથમિક ભાગનો પંડિતજી ભગવાનદાસભાઈ પાસે વિદ્યાર્થી અવસ્થામાં અભ્યાસ કર્યો તેટલાથી જ કવિએ રસ ચખાડ્યો, લલચાવ્યો, આકર્યો, બરોબર આકર્ષ્યા, તાણ્યો, તણાયો, આઠ, દશવાર ઠેઠ તળીયા સુધી ડૂબ્યો. સંસ્કૃતમાં જ કેટલોક ભાગ સંક્ષેપરૂપે લખ્યો. ગુજરાતીમાં પણ એકવાર પુરેપુરી કથા લખી નાંખી. સંતોષ ન થયો. ફરી એકાદબેવાર વાંચ્યો. આ રતે અનેક વાર વિલોડન કરી જે થોડુંઘણું માખણ મેળવી શક્યો તે આપ સર્વેને પીરસ્યું છે. પછી ભાવે કે ન ભાવે. કેમકે આજ-કાલ અનેક પકવાન્ન આગળ આનો શો હિસાબ ? પરંતુ ભાવ-ભક્તિથી પીરસેલું સ્વાદિષ્ટ લાગે છે. રામને પણ ભીલડીના એઠાંયે બોર કેવા મીઠાં લાગ્યા હતા ?
(૭) જેઓ મૂળગ્રંથ વાંચી શકે તેવા છે તેઓ માટે મારો આ પ્રયત્ન જ નથી. પ્રયત્ન માત્ર જેઓ તદ્દન અપરિચિત છે, તેમને પરિચય આપવા અને જેઓ મૂળ ગ્રંથ વાંચવા અશક્ત છે તેમને તદ્દન ભૂખ્યા ન રાખવા માટે છે.
(૮) આ મૂળગ્રંથનું અક્ષરે અક્ષર ભાષાંતર નથી, પરંતુ વર્ણનભાગ છોડી દઈ કથાભાગનો સારાંશ કંઈક અર્થલક્ષી ભાષાંતરની પદ્ધતિએ આપ્યો છે. તેમાં પણ મહાકવિની છટાની છાયા આવવી ઘણી મુશ્કેલ છે, તો પછી તેની જીજ્ઞાસા શાંત કરવાનું તો બનેજ કેમ ? જેને આ લખાણ નિરસ લાગે તે, દોષ કહો કે અશક્તિ કહો, તે મારાં જ છે, તે ભાગ મૂળગ્રંથમાં જોશો તો ઓર ચમત્કારી લાગશે. શી ભાષા ! શી એ રચનાશક્તિ !! શો અસ્ખલિત રસપ્રવાહ !!! મારી ભાષામાં નથી પ્રસાદ, નથી ઓજ, નથી સમાધિ, નથી પરિપાક કે નથી વ્યુત્પત્તિશીાલીનતા. તેને લીધેય ઘણી ખાડીઓ જણાશે. તો પણ બન્યું તેટલું કર્યું છે. શુભે યજ્ઞાશત્તિ પ્રતિતવ્યમ્.
(૯) જો કે મૂળગ્રંથ સળંગ છે. તો પણ હાલના વાંચકોની