________________
સાગરજીને માંડલીના જગમાં પ્રવેશ કરાવ્યા હતે.
શ્રી ઝવેરસાગરજી મ. ની સલાહથી ૧૯૪૭ જે. સુ. ૧૩ ના પં. હેતવિજયજી મ.જે મુનિ શ્રીકમલવિજયજી મ. ને મુનિ આનંદવિજયજીને ગણિ અને પં. પદ આપ્યાં હતાં. અને નવા પંન્યાસના હાથે મુનિ શ્રીઆનંદસાગરજીની -ઝરમર નાયકની વડદીક્ષા કરાવી હતી. આ ઓચ્છવમાં અમદાવાદથી શેઠ મણિભાઈ પ્રેમાભાઈ તથા શેઠ જેસીંગભાઈ હઠીભાઇ પધાર્યા હતા. વરઘોડામાં લીબડી દરબાર પધાર્યા હતા અને વરઘોડામાં દરબારે સારો સાજ આપે હતે. આ ચાતુર્માસ લીંબડીમાં કર્યું હતું.
આ ચાતુર્માસમાં-૧૯૪૭ ના શ્રાવણ વદ એકમે લીંબડી ગામના જુના મંદિરમાં પં. કમલવિજયજી મ. ના હાથે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી અને મુનિ શ્રી ઝવેરસાગરજી મ. નવા દેરાસરમાં પુતંરીકસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. આ ઓચ્છવ અને વરઘેડાને ખર્ચ પુરીબાઈએ આપ્યો હતો.
ભાદરવા સુ. પથી ત્રણ મહિના સુધી મુનિ શ્રીઝવેરસાગરજી મ. નરમ રહ્યા હતા. ત્યારે પં. કમલવિજયજી મ. અને મુનિ આનંદસાગરજીએ ખુબ જ સેવા કરી હતી. ચોમાસા બાદ સં. ૧૯૪૮ કાર્તિક વદ ૧૧ ના આપણા દેશનાકારને–આ ઝરમરના નાયકને ગુરૂ વિરહ થયે હતે. (મુનિ શ્રી ઝવેરસાગરજી મ. નું સ્વર્ગગમન થયું હતું)
લીંબડીના ઉપાશ્રયમાં વ્યાખ્યાનની પાટ ઉપર માથે