________________
દિપવિજયજી મ. ના હસ્તે દીક્ષા લીધી હતી અને મુનિશ્રી નિતિવિજયજી મ. ના શિષ્ય શ્રીવિનયવિજયજી મહારાજના શિષ્ય થયા હતા. નામ મુનિ શ્રીમણિવિજયજી રાખ્યું હતું. સંવત ૧૯૪૮ માં પં. કમલવિજયજી મ. ના હાથે વડી દીક્ષા થઈ હતી. સં. ૧૯૭૦ ના કાર્તિક વદ ૨ ના છાણમાં પં. પદવી થઈ હતી અને સં. ૧૯૭૯ માં કાતિક વદ ૩ ના ત્રાપજમાં “સ્વર્ગગમન થયું હતું. | હેમચંદભાઇને જન્મ સં. ૧૯૩૧ ના અષાઢ વદ ૦)) દિવાસાના દિવસે સૂર્ય, ચન્દ્ર, બુધ ગ્રહ ઉત્તમ હતા ત્યારે થયો હતે. માણેકબાઈની સાથે તેમનાં લગ્ન થયાં હતાં. સંવત ૧૯૪૬ માં મુનિ શ્રી ઝવેરસાગરજી મ. પાસે દીક્ષા લીધી હતી ને નામ મુનિ શ્રી કનકસાગરજી રાખ્યું હતું. આ ઉપરથી આ. શ્રીવિજયસિદ્ધિસૂરિજી મ. ના શિષ્ય હતા એમ જે બીજાએ બેલે છે તે સત્યથી વેગળું છે. ખેરજ તેમને સંતાડવામાં આવ્યા હતા. ત્યાંથી અમદાવાદ મુનિ શ્રીસિદ્ધિવિજય પાસે વ્યાખ્યાનમાં તેમને હાજર કર્યા હતા. સાસરા પક્ષે કેસ કરીને વાલિની નિશ્રામાં રહેવું એ કેટથી કરતાં, સાધુ વેષમાં ઘેર આવ્યા હતા. પછી ચોમાસામાં વેષ મુકવો પડયે હતે. પછી ૧૯૪૭ના મહા સુદ ૫ ના લીંબડી મુકામે મુનિ શ્રી ઝવેરસાગરજી મ. પાસે દીક્ષા લીધી હતી અને મુનિશ્રી આનંદસાગરજી નામ રાખ્યું હતું. તે જ દિવસે શ્રી ઝવેરસાગરજી મહારાજે મારવાડથી બાલાવેલા ૫. હેતવિજયજી ગણિ પાસે મુનિ શ્રીકમલવિજયજીને અને મુનિશ્રી આનંદવિજયજીને ભગવતિજીના જંગમાં ને શ્રી આનંદ