________________
“જીવન ઝરમર માં સ્વતંત્ર આપ્યા છે. આ સિવાયની વાતે અને અત્રે નહિ આપેલા પ્રસંગે છે તે ખરા જ, પણ પુસ્તિકા મટી ન કરવાના કારણે શ્રીઆમેદારકની શ્રતઉપાસનામાં જેવા ભલામણ છે. તેમજ બીજાં પણ આગમેદ્ધારકનાં “જીવન ચરિત્ર” જેવા અતિદેશ છે.
દેશનાકારના ગુરૂદેવ દેશનાકારના ગુરૂદેવ મુનિશ્રઝવેરસાગરજી મ. હતા. તેઓશ્રી સ્થાનકવાસીના સામા તે સિંહની માફક રહેતા હતા. તેમનું નામ સાંભળીને જ ઢુંઢીયા તે પલાયન થઈ જતા હતા. મેવાડમાં તેઓશ્રીને ઉપકાર હતે. કાઠીયાવાડ પણ તેમને યાદ કરનાર હતું. તે કાળે -તેમનું વચન રાખનારા ઘણા જ સાધુ ભગવર્નો હતા. ઉદયપુરમાં જ્ઞાન ભંડાર દુરસ્ત કરી આપેલે આજે પણ મોજુદ છે. * લીંબડીમાં તે તેમને ઉપકાર આજે પણ ગવાય છે. લીંબડીમાં રાજાને ચમત્કાર બતાવ્યો હતે; અને મંદિરમાર્ગની હેરાન ગતિ દૂર કરાવી હતી. રાજા તેઓશ્રીની સાથે ધર્મચર્ચા કરવા આવતા હતા. રાજાએ દેરાસરના નિભાવ માટે પિસા અને જમીન આપી હતી. એક પ્રસંગમાં રાજાને પલંગ ઉંચે નીચે કરીને ચમત્કાર બતાવ્યું હતું. લીંબડીમાં પાણી ન હતું તે આવવાથી તેમની વાહવાહ બિલાવાઈ હતી. ઢુંઢીયાએ જિનેને વરઘડે કાઢવા દેતા ન હતા તે ઉછાળેલાં નાળિયેરનાં કાછલાં ન દેખાય તે ચમત્કાર બતાવી વરઘેડા કઢાવ્યા હતા.