________________
રોગનિવારણ, પદગલિક પદાર્થોની પ્રાપ્તિ આદિ અર્થે કરવાની નથી, આ વસ્તુ ભવ્ય જીવ લક્ષમાં લેશે તે તેને આત્મકલ્યાણ થવાનું છે, કારણ કે પૌગલિક પદાર્થોની પ્રાપ્તિ અર્થે કરાતી ક્રિયા ગરલ ક્રિયા છે. ગરલ ક્રિયા દૂધપાકમાં ઝેરનું બિંદુ ભેળવ્યું હોય તેવા દૂધપાક જેવી છે, જ્યારે કર્મનિર્જરા અર્થે કરાતી કિયા એ સકામનિર્જરા કરનાર છે.
આ પ્રસ્તાવનામાં ક્ષયે પશમ, મતિમંદતા આદિ કારણે જાણતાં અજાણતાં જે કાંઈ શાસ્ત્રવિરૂદ્ધ, દેશનાકારના આશય વિરૂદ્ધ વિચારાયું હોય, લખાયું હોય, છપાયું હોય તે માટે “મિચ્છામિ દુક્કડું ”
માંડવીની પિળ, નાગજીભૂદરની પોળ, દેરાસર પાછળ
અમદાવાદ નં. ૧ સં. ૨૦૧૯ ચિ. વ. ૧૩ |
ચીમનલાલ દલસુખભાઈ ગાંધી
B com.
પૂર્તિ-જ્યારે શ્રી મયણાસુંદરી રાજદરબારમાં પરણવા માટે શ્રીશ્રીપાલ કુમારને હાથ પકડે છે, ત્યારથી તેમને કર્મવિવર માર્ગ આપે છે અને પછી તેઓને શ્રી મયણસુંદરીની માફક જીવના સ્વપર્યયનું પરિણમન શરૂ થાય છે. જીવના આ સ્વપર્યાનું પરિણમન એ કર્મયુગલનું પરપર્યાય પરિણમન છે.