________________
૨૭
સવંત ૧૯૪૪માં મુનિ શ્રીમુલચંદજી મ. મુનિ શ્રીઝવેરસાગરજી મ. વગેરે ઠાણાં ૧૦ સંઘપતિ દેવચંદ ને દીપચંદભાઇના સિદ્ધગિરિરાજના સંઘમાં પધાર્યા હતા ને પાલીતણા ચાતુર્માસ કર્યું હતું.
ભાવનગરના સંઘની વિન'તિથી શ્રીમુલચંદજી મ. શ્રીવેરસાગરજી મ. વગેરે ત્યાં પધાર્યા હતા. ત્યાં શ્રીમુલચંદજી મ. ની તબીયત બગડતાં બધાને મેલાવીને મુનિ શ્રીઝવેરસાગરજી મને, ઝવેરચંદભાઇ વગેરે બધાને કહ્યું હતું કે મારી પાછળ મારા નાના ચેલા મુર્નિકમલવિજયજીને ૫. બનાવજો. બધાએ આપણી આજ્ઞા પ્રમાણુ તેમ કહ્યું હતું. ત્યારબાદ શ્રીમુલચંદજી મ. ૧૯૪૫ ના વદ ૬ ના અપેારે કાળધર્મ પામ્યા હતા.
માગસર
સંવત ૧૯૪૫માં મુનિ શ્રીકમલવિજયજી મ. લબ્ધિ વિજયજી મ. હેમવિજયજી મ. થેાભણવિજયજી મ. વગેરે ને લીંબડી ખેલાવી ત્યાં ચાતુર્માસ કરાવ્યું હતું અને ચામાસામાં પન્નવાસૂત્ર ને નંદીસૂત્રના અભ્યાસ કરાવ્યેા હતા.
સ'સારી કુટુમ્બઃ-કપડવંજ નિવાસી ગાંધી કુટુમ્બના ભાયચંદના પુત્ર મગનભાઈ ઝરમર નાયકના પિતા હતા અને જમનાબાઇ માતા હતાં. મણીલાલ હેમચંદભાઈના મેાટા ભાઇએ હતા. હેમચંદભાઇ એટલે ઝરમર નાયક.
મણીલાલના જન્મ સ. ૧૯૨૯ માં થયા હતા. તેમને ૧૯૪૬ માં મહા સુદ ૧૦ ના કાસિદ્રામાં મુનિ શ્રીમુલચંદજી મ.ના શિષ્ય મહાતાર્કિક પંજાબી શ્રીદ્યાનવિજયજી મ.ના શિષ્ય